વિજ્ઞાનનો ચમત્કાર : ડુક્કરના હૃદયનું સફળતાપૂર્વક માનવ શરીરમાં પ્રત્યારોપણ

વિજ્ઞાનનો ચમત્કાર : ડુક્કરના હૃદયનું સફળતાપૂર્વક માનવ શરીરમાં પ્રત્યારોપણ

01/12/2022 World

SidhiKhabar

SidhiKhabar

વિજ્ઞાનનો ચમત્કાર : ડુક્કરના હૃદયનું સફળતાપૂર્વક માનવ શરીરમાં પ્રત્યારોપણ

વર્લ્ડ ડેસ્ક : મેડિકલ સાયન્સની દુનિયામાં અમેરિકન ડોક્ટરોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકામાં એક અનોખું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અહીં તબીબોએ માનવ શરીરમાં ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે. ડૉક્ટરોએ 57 વર્ષના માણસના શરીરમાં જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. મેડિકલ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે માનવ શરીરમાં ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હોય. આ સફળતા બાદ આવનારા સમયમાં અંગ દાતાઓની તીવ્ર અછતનો સામનો કરી શકાશે.


એક માઈલસ્ટોન સાબિત થશે

એક માઈલસ્ટોન સાબિત થશે

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, શુક્રવારે આ ઐતિહાસિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હજુ નિશ્ચિત નથી. પરંતુ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક માઈલસ્ટોન સાબિત થશે.


ડેવિડની તબિયત બગડતી જતી હતી

રિપોર્ટ્સ અનુસાર, મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દીને ઘણી ગંભીર બીમારીઓ હતી. તેમના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જોખમી હતું, પરંતુ બગડતી જતી તબિયતને કારણે આખરે જીવ બચાવવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. અંતે, ડેવિડના શરીરમાં ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ આવ્યું.


પ્રત્યારોપણ પછી કેવી છે ડેવિડની તબિયત

પ્રત્યારોપણ પછી કેવી છે ડેવિડની તબિયત

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેવિડ બેનેટ હવે સ્વસ્થ થઈ રહ્યા છે અને ડૉક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે કે તેમના શરીરમાં નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યું છે તેની તપાસ અને દેખરેખ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે.


છેલ્લો વિકલ્પ હતો

હકીકતે, ડેવિડ કેટલાક મહિનાઓથી પથારીવશ છે. તે હાર્ટ-લંગ બાયપાસ મશીનના સપોર્ટ પર છે. ડેવિડે કહ્યું કે, 'મારી પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા હતા, કાં તો મરી જાઉં અથવા તો આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવું. મેં જીવવાનું પસંદ કર્યું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંધારામાં તીર મારવા જેવું હતું, પરંતુ તે મારો છેલ્લો વિકલ્પ હતો. આ ક્ષણે હું સ્વસ્થ થયા પછી પથારીમાંથી બહાર નીકળવાની રાહ જોઉં છું.'


આ પ્રત્યારોપણ એક આશાના કિરણ સમાન છે

આ પ્રત્યારોપણ એક આશાના કિરણ સમાન છે

ડોકટરોએ કહ્યું કે, અમે આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયામાં સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આશા રાખીએ કે વિશ્વની પ્રથમ આવી સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ નવો વિકલ્પ પૂરો પાડશે. આ પ્રત્યારોપણ અંધારામાં આશાના એક કિરણ સમાન છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આશરે 1,10,000 અમેરિકનો હાલમાં અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે તેની ઉણપથી 6,000 થી વધુ દર્દીઓ મૃત્યુ પામે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top