Parliament Monsoon session: આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર થશે 16 કલાક લાંબી બહેસ, રાજનાથ સિં

Parliament Monsoon session: આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર થશે 16 કલાક લાંબી બહેસ, રાજનાથ સિંહે કરી લીધી મોટી તૈયારી

07/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Parliament Monsoon session: આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર થશે 16 કલાક લાંબી બહેસ, રાજનાથ સિં

Operation Sindoor, Pahalgam attack on agenda today: આતંકવાદ સામે દેશની લશ્કરી તાકતનું પ્રતિક બની ગયેલા 'ઓપરેશન સિંદૂર' અંગે આજે (28 જુલાઈ, 2025) લોકસભામાં એક ખાસ ચર્ચા થવા જઈ રહી છે. આ ચર્ચા બપોરે 12:00 વાગ્યે શરૂ થશે, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૌપ્રથમ પોતાનો પક્ષ રજૂ કરશે. ચર્ચા શરૂ થાય તે અગાઉ, ઓપરેશનને લગતા તમામ મહત્ત્વ્પૂર્ણ દસ્તાવેજો સંસદમાં મૂકવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચર્ચા લગભગ 16 કલાક સુધી ચાલશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની પણ શક્યતા છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન આ અભિયાનની રણનીતિ, સફળતા અને તેની પાછળની ભારતની લશ્કરી ક્ષમતાઓ પર પ્રકાશ પાડશે.


સરકારની મોટી તૈયારીઓ, સેનાના વડાઓ સાથે અનેક બેઠકો

સરકારની મોટી તૈયારીઓ, સેનાના વડાઓ સાથે અનેક બેઠકો

આ મહત્ત્વપૂર્ણ ચર્ચા અગાઉ રક્ષા મંત્રીએ CDS જનરલ અનિલ ચૌહાણ, રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને ત્રણેય સેનાના વડાઓ સાથે અનેક વ્યૂહાત્મક બેઠકો યોજી હતી. આ બેઠકોમાં, ચર્ચાના દરેક પાસાં પર સરકાર તરફથી જવાબ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ વિપક્ષી ગઠબંધન INDIAએ પણ સરકારને ઘેરવાની તૈયારીઓ કરી છે. ચર્ચા અગાઉ, આજે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સરકારને સવાલ કરવા માટે સંયુક્ત રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.


ઓપરેશન સિંદૂર શું છે?

ઓપરેશન સિંદૂર શું છે?

'ઓપરેશન સિંદૂર' 7 મેના રોજ શરૂ થયું હતું, જ્યારે ભારતીય સેનાએ 6-7 મેની મધ્યરાત્રિએ 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ લશ્કરી કાર્યવાહી માત્ર 22 મિનિટમાં પૂર્ણ થઈ હતી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યવાહીને 'વિજય ઉત્સવ' નામ આપ્યું હતું અને તેને દેશની સ્વદેશી રક્ષા ટેક્નોલૉજીની જીત ગણાવી હતી. જોકે, વિપક્ષ આ કાર્યવાહીની પારદર્શિતા અને માહિતી અંગે સરકાર પાસેથી જવાબો માગી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top