ટ્રમ્પે ટેરિફ કરતા વધારે ‘ગન કલ્ચર’ પર ધ્યાન આપવાની જરૂર
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ અલગ અલગ દેશો પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે. પરાંત પરંતુ તેમણે ટેરિફ વોર માટે સમય બગાડવા કરતાં અમેરીકામાં વધતાં જતાં ગન કલ્ચર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અવરનવાર અહી ફાયરીંગની ઘટના સામે આવતી રહે છે. જેના કારણે અબાલ-વૃદ્ધો જીવ ગુમાવી રહ્યા છે. તો રાષ્ટ્રપતિએ ગન કલ્ચર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે બુધવારે અમેરિકાના મિનિઆપોલિસ શહેરમાં એ ગભરાટ ફેલાઈ ગયો, જ્યારે એક બંદૂકધારીએ ચર્ચ અને શાળાના કેમ્પસમાં આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધી.
પ્રાથમિક અહેવાલ અનુસાર, બુલેટથી ઓછામાં ઓછા 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી 2 લોકોના સ્થળ પર મોત થઈ ગયું હતું. પાછળથી અન્ય મોતની પુષ્ટિ થઈ. જેના કારણે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 3 થઈ ગયો છે. ઘણા શાળાના બાળકોને પણ ઇજાગ્રસ્તોમાં સામેલ થવાની આશંકા છે. અહેવાલ છે કે હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે. મિનિઆપોલિસની એક હોસ્પિટલ કહે છે કે શૂટઆઉટમાં ઘાયલ થયેલા પાંચ બાળકોની સારવાર કરી રહ્યા છે. ચર્ચમાં ફાયરિંગ કર્યા પછી, ઓછામાં ઓછા 10 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ હુમલો એનન્સ ચર્ચ અને તેની K-8 કેથોલિક સ્કૂલ ખાતે થયો હતો, જ્યાં હંમેશની જેમ સવારે 8:15 વાગ્યે સામૂહિક પ્રાર્થના ચાલી રહી હતી. પોલીસને રાત્રે 8:30 વાગ્યે ‘એક્ટિવ શૂટર’નો કોલ મળ્યો. ત્યારબાદ, આખો વિસ્તાર ચારે બાજુથી ઘેરી લેવાયો હતો.
સ્થાનિક ન્યૂઝ આઉટલેટ કારેના જણાવ્યા અનુસાર, એન્શ્લાઇન કેથોલિક ચર્ચ સ્કૂલમાં સામૂહિક ફાયરિંગના શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોબિન વેસ્ટમેન તરીકે થઈ છે. આ માહિતી કાયદા અમલીકરણ સ્ત્રોતો દ્વારા આપવામાં આવી છે. KAREના અહેવાલમાં જણાવાયું છે કે વેસ્ટમેન મિનિસોટાના રિચફિલ્ડમાં રહેતો હતો અને તેની માતા તે જ શાળામાં કામ કરતી હતી. અહેવાલ મુજબ, વેસ્ટમેને 2020માં પોતાનું નામ રોબર્ટથી બદલીને રોબિન કરવા માટે 17 વર્ષની ઉંમરે અરજી કરી હતી. મિનિઆપોલિસના પોલીસ વડા બ્રાયન ઓ'હારાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ પોતાને ગોળીબાર કરીને આત્મહત્યા કરી હતી.
ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે રાઇફલમાંથી ફાયરિંગ શરૂ કરતા જ બાળકો અને સ્ટાફ ચર્ચની બહાર ભાગવા લાગ્યા. ઘણા લોકો નજીકના મકાનો અને દુકાનોમાં આશ્રય લેવા દોડ્યા. પોલીસ અને સ્વાટ ટીમ સ્થળ પર પહોંચી અને શાળા અને આસપાસના વિસ્તારને સીલ કરી દીધો. આ ઘટના બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ, અગ્નિશામકો અને તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમેરિકામાં શાળાઓ અને જાહેર સ્થળોએ આવા ફાયરિંની ઘટના નવી નથી. ગન વાયોલ્ટરી આર્કાઇવ્સના ડેટા અનુસાર, દર વર્ષે દેશમાં સેંકડો ‘માસ શૂટિંગ’ થાય છે. ચર્ચ અને શાળાઓ જેવી ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવી છે. આ ઘટના ફરીથી પ્રશ્ન ઉભો કરે છે કે અમેરિકામાં બંદૂક નિયંત્રણ કાયદાને વધુ કડક બનાવવાની જરૂરિયાત શા માટે મુલતવી રાખવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp