યુએસ એક્સપર્ટનો દાવો : સાવચેતી ન રાખી તો ભારતમાં આવતા મહિને દરરોજ પાંચ લાખ કેસ નોંધાશે
નવી દિલ્હી : ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં નવા વેરિયન્ટના કારણે પ્રતિબંધોનો સમય પાછો ફરી રહ્યો છે તો નવા કેસની સંખ્યામાં પણ તીવ્ર ગતિએ વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ આજે કોરોનાનાં નવા કેસની સંખ્યા દોઢ લાખ નજીક પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મત અનુસાર, દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઈ છે તેમજ ફેબ્રુઆરીમાં તે પિક પર હશે. સાવચેતી રાખવામાં નહીં આવે તો આ સમય દરમિયાન રોજના પાંચ લાખ કેસ નોંધાઈ શકે છે.
યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના ડિરેક્ટર અને આરોગ્ય નિષ્ણાત ડૉ ક્રિસ્ટોફર મૂરે કહે છે કે, 'ઓમિક્રોન ભારતમાં ડેલ્ટા કરતાં ઓછો ઘાતક સાબિત થશે. ભારતમાં વિશ્વના અન્ય દેશોની જેમ ઓમિક્રોનની ત્રીજી લહેર શરૂ થઇ ચુકી છે અને પીકના સમયગાળા દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાશે. આ કેસો બીજી લહેર કરતા વધુ હશે પરંતુ આ નવો વેરિયન્ટ બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓછો ઘાતક હશે.’ ડૉ. મૂરે વધુમાં કહે છે કે, અમને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી જાણવા મળ્યું છે કે રસીકરણ ગંભીર બીમારીની પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે. ઉપરાંત મૃત્યુ અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ ઘટાડે છે. અમને લાગે છે કે ભારતમાં પણ ઓમિક્રોનના ઘણા કેસ હશે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓ અને મૃત્યુનું પ્રમાણ ડેલ્ટા વેવ કરતા ઓછું હશે.
કોરોનના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) પર ડૉ. મુરે કહે છે કે, 'ચેપના 85.2 ટકા કેસોમાં ઓમિક્રોનનાં કોઈ લક્ષણો દેખાતા નથી. લક્ષણ ન દેખાતા હોય છતાં એવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યા વધુ હશે અને કદાચ મૃત્યુ પણ પામી શકે છે. હાલમાં આપણે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ થતા જોઈ રહ્યા છીએ અને પરંતુ મૃત્યુના આંકડા ઓછા છે. આવી સ્થિતિમાં ભારતમાં ડેલ્ટા વેવની તુલનામાં લોકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર એક ચતુર્થાંશ હશે અને ડેલ્ટા (delta) વેવની તુલનામાં મૃત્યુનું પ્રમાણ પણ ઓછું હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp