જાણીતા ક્રિકેટરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત, રાજકારણમાં ઝંપલાવશે?

જાણીતા ક્રિકેટરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત, રાજકારણમાં ઝંપલાવશે?

12/24/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

જાણીતા ક્રિકેટરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત, રાજકારણમાં ઝંપલાવશે?

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતા બહુ જાણીતા ખેલાડી હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોરમેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટર ઉપર ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 

હરભજન સિંઘે ટ્વીટ કરીને કહ્યું,  ‘બધી જ સારી બાબતોનો અંત આવે જ છે અને આજે હું એ રમતને અલવિદા કહી રહ્યો છું, જેણે મને જીવનમાં બધું જ આપ્યું છે. 23 વર્ષની આ લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવનારા તમામનો અભાર માનું છું. સૌનો હ્રદયપૂર્વક આભાર.’ 

ભારતીય ક્રિકેટના પ્રખ્યાત સ્પિનરો પૈકીના એક હરભજનસિંઘે વર્ષ 1998 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત તરફથી 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ ઝડપી છે જ્યારે બે શતક સાથે તેના નામે 2235 રન નોંધાયેલા છે. તેણે ભારત તરફથી 236 વન-ડે મેચ રમી છે, જેમાં કુલ 269 વિકેટ લીધી હતી. T-20 ઇન્ટરનેશનલની વાત કરવામાં આવે તો, હરભજનસિંઘે 28 મેચોમાં 25 વિકેટ મેળવી છે. 

અનિલ કુંબલે, કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન બાદ ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ મેળવવાનો રેકોર્ડ હરભજનસિંઘના નામે છે. જ્યારે આઈપીએલમાં હરભજનસિંઘે 150 વિકેટ લીધી છે. IPL 2021 ના પહેલા તબક્કામાં હરભજનસિંઘે કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી કેટલીક મેચ રમી હતી, પરંતુ યુએઈમાં રમાયેલા બીજા તબક્કામાં તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. 

રિપોર્ટ્સ અનુસાર, હરભજનસિંઘ આગામી વર્ષે આઈપીએલમાં કોઈ મોટી ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફ તરીકે જોડાઈ શકે છે.  આ ઉપરાંત, ચર્ચા એ પણ ઉઠી છે કે હરભજન સિંઘ રાજકારણમાં ઝંપલાવી શકે છે. થોડા દિવસો પહેલા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંઘ સિદ્ધુ સાથે તેની તસવીર પણ વાઈરલ થઇ હતી. 

નવજોતસિંઘ સિદ્ધુએ હરભજનસિંઘ સાથેની તસવીર પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરીને લખ્યું હતું કે, ‘સંભાવનાઓથી ભરેલી તસવીર, ચમકતા સિતારા ભજ્જી સાથે..’ પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક છે. માર્ચમાં યોજાનારી ચૂંટણી પહેલા હરભજન સિંઘ કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top