મહાનાયક અમિતાભ 'શ્રીવાસ્તવ' માંથી 'બચ્ચન' કેમ થયા? જાણો તેની પાછળનો રસપ્રદ કિસ્સો.
બોલીવુડ જગતના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન આજે ૮૩ વર્ષના થયા. આ ઉંમરે પણ અભિનયક્ષેત્રે તેમની સક્રિયતા લોકોને તેમના દીવાના બનાવે છે. તેમની કામ કરવાની ધગસ તેમને હંમેશા ચર્ચામાં રાખે છે. મહાનાયક પોતે જ નહીં તેમનો પરિવાર પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેમના પરિવારની વાત કરીએ તો અમિતાભના નાના ભાઈ અજિતાભ બચ્ચન ફિલ્મી દુનિયાની ચકાચૌંધ અને ગ્લેમરથી દૂર જ રહે છે. તેઓ બિઝનેસમાં એક્ટીવ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અજિતાભે પરિવારની બચ્ચન સરનેમ વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો.
પ્રખ્યાત કવિ એવા અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન કાયસ્થ સમુદાયમાંથી આવે છે. અને તેમની વાસ્તવિક સરનેમ 'શ્રીવાસ્તવ' હતી. 'બચ્ચન'નો ઉપયોગ તેમણે સૌપ્રથમ સાહિત્યિક ઉપનામ તરીકે કર્યો હતો. હિન્દીમાં બચ્ચનનો અર્થ "બાળક જેવું" થાય છે. અજિતાભે ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉપનામ તેમની માતાએ આપ્યું હતું. તે તેમના પિતાને 'બચ્ચનવા કીધર હૈ?' કહીને બોલાવતા હતા અને હરિવંશ રાય બચ્ચનને તે ગમ્યું અને તેમણે તેમના લેખનમાં 'બચ્ચન' શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યો.
અજિતાભે વધુમાં જણાવ્યું હતું કે, "એક પેન નેમથ શરૂ થયેલ આ નામ ટૂંક જ સમયમાં ફેમિલી આઇડેન્ટિટિમાં બદલાઈ ગયું. તેથી જ્યારે અમિતાભ બચ્ચનનું શાળામાં એડમિશન લેવામાં આવ્યું ત્યારે તેમના પિતાએ તેમના પુત્રની સરનેમ 'શ્રીવાસ્તવ'ની જગ્યાએ બચ્ચન લખવી. અને જાતિ સંબંધિત શ્રીવાસ્તવ સરનેમ હટાવી દીધી. અને આ પહેલથી એક નવા કૌટુંબિક વારસાની શરૂઆત થઈ અને જાતિ આધારિત ઓળખને જાણી જોઈને નકારી કાઢવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, અજિતાભ બચ્ચન અમિતાભ બચ્ચનના નાના ભાઈ છે. અમિતાભ બચ્ચને પોતાનું કરિયર ફિલ્મોમાં બનાવ્યું છે, જ્યારે અજિતાભ બચ્ચને ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂર બિઝનેસની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. અમિતાભ અને અજિતાભ બન્નેએ ઉત્તરાખંડની શેરવુડ કોલેજમાં અભ્યાસ કર્યો છે, આ વાત ખૂબ જ ઓછા લોકો જ જાણતા હશે કે, અજિતાભની પત્ની રમોલા તેમના જેઠ અમિતાભની મિત્ર હતી. બિગ બીએ રમોલાનો પરિચય અજિતાભ સાથે કરાવ્યો હતો. અને ત્યારબાદ અજિતાભ અને રમોલાએ થોડા વર્ષો પછી લગ્ન કરી લીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp