શા માટે ગુજરાતમાં વાદળો ઘેરાવા છતાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં દરેક વિસ્તારમાં નથી વરસી રહ્યો?

શા માટે ગુજરાતમાં વાદળો ઘેરાવા છતાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં દરેક વિસ્તારમાં નથી વરસી રહ્યો? આ રહ્યા કારણો, જાણો

08/22/2025 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

શા માટે ગુજરાતમાં વાદળો ઘેરાવા છતાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં દરેક વિસ્તારમાં નથી વરસી રહ્યો?

ગુજરાતમાં ૨૫ તારીખ સુધી ભારે વરસાદની આગાહી હતી. પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી વાદળ બંધાય છે પણ જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો? ત્યારે એક હવામાન નિષ્ણાતે આ પાછળ કેટલાક કારણો જવાબદાર ઠેરવ્યા હતા.

ગુજરાતમાં સિસ્ટમ આવી અને માત્ર એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસાવીને જતી રહી. ત્યારે હવે વરસાદની માત્રા એકદમ ઘટી ગઈ છે. ગુજરાતના વાતાવરણમાં પૂરતો ભેજ હોવા છતાં જોઈએ એટલો વરસાદ નથી થઈ રહ્યો. કારણ કે, બંગાળની ખાડીમાંથી વાયા મહારાષ્ટ્ર થઈને જે સિસ્ટમ આવી હતી એ ગુજરાતમાં વધારે સમય રોકાવાના બદલે ખૂબ ઝડપથી પસાર થઈને રાજસ્થાન પહોંચી ગઈ હતી.


ચોમાસાની ધરી ગુજરાતમાંથી રાજસ્થાનમાં સરકી ગઈ

ચોમાસાની ધરી ગુજરાતમાંથી રાજસ્થાનમાં સરકી ગઈ

હવામાન નિષ્ણાતે આ વિશે વધું જણાવતા કહ્યું હતું કે, આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે એક વોર્ટેક્સના સ્વરૂપમાં હતી, જેને સરળ ભાષામાં કહીએ તો એક ઘુમરી સમાન હતી. આથી  સીમિત વિસ્તારમાં જ અત્યંત ભારે વરસાદ થયો અને વરસાદનું પ્રમાણ વ્યાપક ન રહ્યું. બીજું એક કારણ આપતાં કહ્યું હતું કે, હાલ ગુજરાતમાં ભેજનું પ્રમાણ પૂરતું છે પરંતુ મોટા ભાગનો ભેજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સર્જાયેલા સર્ક્યુલેશન તરફ સરકી રહ્યો છે. જેના કારણે વાતાવરણ હોવા છતાં ગુજરાતમાં માત્ર છૂટોછવાયો વરસાદ જ વરસી રહ્યો છે.

વધુમાં કહ્યું હતું કે, ગુજરાતથી રાજસ્થાન ગયેલી વરસાદી સિસ્ટમ સાથે જ ચોમાસાની ધરી પણ ગુજરાતમાંથી રાજસ્થાનમાં સરકી ગઈ છે. જો કે હાલના અનુમાન પ્રમાણે આ જ સિસ્ટમ રાજસ્થાનમાંથી યૂ-ટર્ન લઈને ફરી ગુજરાત પર આવી શકે છે. તેની સાથે ચોમાસાની ધરી પણ ફરી ગુજરાત પર સરકી શકે છે. જેના કારણે 25 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.


ગુજરાતમાં તોફાની વરસાદ વરસાવી શકે છે આ સિસ્ટમ

ગુજરાતમાં તોફાની વરસાદ વરસાવી શકે છે આ સિસ્ટમ

બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગળ વધ્યા બાદ ગુજરાત પર તેની અસર થશે. તેથી હજુ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે આપી જ છે. આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી અપાઈ છે. ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી પણ આપવામાં આવી છે. આ વખતે ઉત્તર ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ શકે છે. પરત ફરનારી આ સિસ્ટમ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સરકી શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 27 ઓગસ્ટ આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે. જે ગુજરાતમાં તોફાની વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમના કારણે 3થી લઈને 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top