ભોજનમાં નીકળી માણસની આંગળી, ચાવ્યા બાદ ખબર પડી, હવે મહિલાએ રેસ્ટોરાં પર કર્યો કેસ
એક મહિલાએ રેસ્ટોરાં વિરુદ્ધ કેસ કર્યો છે. તેનો આરોપ છે કે તેણે ભોજન માટે સલાડ ઓર્ડર કર્યું હતું. જેમાં માણસની આંગળી હતી. તેને ચાવ્યાં બાદ એ વાતની ખબર પડી. એલિસન કોજી નામની મહિલાનું કહેવું છે કે તેણે એપ્રિલમાં સલાડ ખાધું હતું. તો તેણે સોમવારે કેસ દાખલ કર્યો છે. ઘટના અમેરિકન કેનક્ટિકટની છે. તેણે કહ્યું કે, તે આ વર્ષે 7 એપ્રિલના રોજ રેસ્ટોરાંમાં ગઇ હતી. તેણે સલાડ ચાવતી વખત એવું અનુભવ્યું કે તે માણસનો એક હિસ્સો ખાઈ રહી છે.
CBS ન્યૂઝ રિપોર્ટ મુજબ, FIRમાં બતાવવામાં આવ્યું છે કે રેસ્ટોરાંના મેનેજરે ભૂલથી પોતાની આંગળી કાપી દીધી હતી. તે એક દિવસ અગાઉ સલાડ માટે શાકભાજી તૈયાર કરી રહ્યો હતો. પછી મેનેજર પોતાની સારવાર કરાવવા માટે હૉસ્પિટલ પણ ગયો, પરંતુ તેની કપાયેલી આંગળી શાકભાજીમાં જ રહી ગઈ. તો સલાડ ઘણા ગ્રાહકોને ખાવા માટે આપી દેવામાં આવ્યું. તેમાં કોજી પણ સામેલ હતી, જેના સલાડમાં આંગળીનો એક હિસ્સો નીકળ્યો. કોજીનું કહેવું છે કે તે હેરાન રહી ગઈ, પેનિક એટેક આવ્યા.
તેણે કહ્યું કે સલાડ ખાધા બાદ તેને માઈગ્રેન, ભૂલવાની પરેશાની, ઊબકા, ચક્કર આવવા અને ગાળા તેમજ ખભામાં દુઃખાવા જેવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ થઈ ગઈ. કોજીએ તેના માટે રેસ્ટોરાં પાસે વળતર આપવા કહ્યું. વેસ્ટચેસ્ટર કાઉન્ટી હેલ્ડ ડિપાર્ટમેન્ટે રેસ્ટોરાં પર 900 ડોલરનો દંડ પહેલાં જ લગાવી દીધો છે. અત્યાર સુધી આ ઘટનામાં રેસ્ટોરાં તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી. એવું પહેલી વખત નથી જ્યારે પોતાની સાફ સફાઈને લઈને સેલેડ ચેન આ પ્રકારના ખબરોમાં આવી હોય, પરંતુ આ અગાઉ વર્ષ 2014માં એક વ્યક્તિનએ પોતાના રોલની અંદર મરેલું ઉંદર મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચોપ્ટ ક્રિએટિવ સલાડ કંપની અમેરિકામાં 70 કરતા વધુ જગ્યાઓ પર પોતાના સલાડ વેચે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp