ફી વસૂલી મુદ્દે અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : કોરોનાકાળની 15% ફી વાલીઓને પરત કરો!

ફી વસૂલી મુદ્દે અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : કોરોનાકાળની 15% ફી વાલીઓને પરત કરો!

01/17/2023 Education

SidhiKhabar

SidhiKhabar

ફી વસૂલી મુદ્દે અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : કોરોનાકાળની 15% ફી વાલીઓને પરત કરો!

Education Desk : કોરોનાને કારણે આવેલા લોકડાઉન દરમિયાન જ્યાં એક તરફ લોકોની આવકનો સ્રોત બંધ હતો, ત્યાં કેટલાક મોટા ખર્ચાઓએ મધ્યમવર્ગ અને ગરીબોની ચિંતા વધારી મૂકી હતી. આ પૈકી એક મુખ્ય ખર્ચ શાળામાં ભણતા બાળકોની ફી અંગેનો હતો. લોકડાઉન દરમિયાન શાળાઓ સંપૂર્ણપણે બંધ હતી અને ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલતું હતું. શિક્ષકો પણ પોતપોતાના ઘરેથી ભણાવતા હોવાને કારણે શાળાઓને શિક્ષણ પાછળ ખાસ કોઈ ખર્ચ કરવો નોટો પડ્યો. સામે લાઈટ બિલમાં મોટી બચત થઇ હતી. તેમ છતાં આ સમયગાળા દરમિયાન અનેક શાળાઓએ પૂરેપૂરી ફી વસૂલી હતી. વાલીઓએ આ દાદાગીરી સામે મોરચો માંડીને હાઈકોર્ટમાં રીટ કરી હતી, જે બાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો.


ફી પરત કરો અથવા મજરે આપો!

ફી પરત કરો અથવા મજરે આપો!

આ નિર્ણય ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ જેજે મુનીરની બેન્ચે આપ્યો છે. વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરી શાળાઓમાં જમા કરેયેલી ફી માફ કરવાની માંગ કરી હતી. આ તમામ અરજીઓ પર 6 જાન્યુઆરીએ સુનાવણી થઈ હતી અને ગઈકાલે સોમવારે ચુકાદો આવ્યો હતો.

કોરોનાના સમયગાળા દરમિયાન જે વાલીઓને શાળાની પૂરેપૂરી ફી ચૂકવવી પડી હતી, તેમને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે કોરોના સમયગાળા દરમિયાન જમા કરાયેલી શાળાની 15 ટકા ફી માફ કરવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોરોના સમયગાળા દરમિયાન જમા કરવામાં આવેલી શાળાની ફીમાંથી 15 ટકા માફ કરવામાં આવશે.

અલ્હાબાદ હાઈકોર્ટે કોરોના સમયે શાળાઓ દ્વારા વસૂલવામાં આવેલી ફીને વધુ ગણાવી છે, અને શાળાઓને આદેશ આપ્યો છે કે તે વિદ્યાર્થીઓએ ભરેલ ફીના 15 ટકા પરત કરે અથવા તેને વર્તમાન ફીમાં મજરે આપે.


“આ શિક્ષણ નહિ પણ નકરી નફાખોરી!”

“આ શિક્ષણ નહિ પણ નકરી નફાખોરી!”

અરજદારોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, 2020-21માં ખાનગી શાળાઓએ ટ્યુશન સિવાય અન્ય કોઈ સેવા પૂરી પાડી નોહીત. તેથી ટ્યુશન ફી સિવાય અન્ય ફિનો એક રૂપિયો પણ વધુ વસૂલવો એ નફાખોરી અને શિક્ષણના વ્યાપારીકરણ સિવાય બીજું કંઈ નથી.

કોરોનાને કારણે 2020-21માં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ શાળાઓ પણ બંધ હતી અને માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ હતુ, આમ છતાં શાળાઓ દ્વારા સંપૂર્ણ ફી વસૂલવામાં આવી હતી. જેની સામે વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પિટિશન દાખલ કરીને, વાલીઓએ માંગ કરી હતી કે કોવિડ રોગચાળા દરમિયાન ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તેથી તેમને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ તેમના બાળકોને મળી નથી. તેથી તેઓ તેમની ફી ભરવા માટે જવાબદાર નથી.


ફી કઈ રીતે પરત મળશે?

ફી કઈ રીતે પરત મળશે?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે 2020-21માં સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી. ત્યારે 2019-20ના સ્તરે ફી લેવામાં આવશે નહીં. હાઈકોર્ટે 2020-21માં જમા કરાવેલી ફીના 15 ટકા માફ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ રાજ્યની તમામ શાળાઓને લાગુ પડશે. 2020-21માં વસૂલવામાં આવેલી ફિમાંથી 15 ટકા ફી માફ કરવામાં આવશે.

હવે શાળાઓમાં 2023-24નું સત્ર શરૂ થવાનું છે અને હાઈકોર્ટે 2020-21માં જમા કરાવેલી ફી માફ કરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે માફ કરાયેલી ફી કેવી રીતે પરત કરવામાં આવશે? હાઈકોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, 2020-21માં લેવામાં આવેલી ફિમાંથી 15 ટકા ફી આગામી શૈક્ષણીક સત્રમાં એડજસ્ટ કરવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top