Gujarat: સુરત ક્રાઇમ કેપિટલ બનવા જઇ રહ્યું છે કે શું? બદમાશોએ ગોળી મારીને ઝવેરીની કરી દીધી હત્યા, ઘટના CCTV કેમેરામાં કેદ
Jewellery Shop Owner Shot Dead During Robbery Attempt In Surat: સુરત હવે ક્રાઇમ કેપિટલ બનવા જઈ રહ્યું છે કે શું તેજ ખબર પડતી નથી. લૂખ્ખાતત્વો બેફામ બની રહ્યા છે, ક્યારેક ખુલ્લેઆમ ધમકી તો ક્યારેક જાહેરમાં છરાબાજીનો ખેલ, તો ક્યારેક છેડતીનો બનાવ. હવે સુરતથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લૂંટારુઓએ જ્વેલરીની દુકાનના માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી. આ સાથે જ અન્ય એક વ્યક્તિને ઈજા થઈ. ઘટના બાદ 3 લૂંટારું ફરાર થઈ ગયા હતા. જ્યારે એકને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો. આ ઘટના સોમવારે રાત્રે ડાયમંડ સિટીમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સના શોરૂમમાં 4 સશસ્ત્ર બદમાશો ઘૂસ્યા હતા. જ્યારે શોરૂમના માલિક આશિષ રાજપરાએ લૂંટારુઓને કિંમતી વસ્તુઓ લૂંટતા અટકાવ્યા ત્યારે તેમણે રાજપરા પર ગોળીઓ ચલાવી દીધી. રાજપરાને છાતીમાં 2 ગોળી વાગતા તેમનું મોત થઈ ગયું હતું.
સુરત પોલીસના ACP નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સાંજે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાથી બચવા માટે, 3 અન્ય લૂંટારુઓ ભાગતી વખતે શોરૂમ પાસે એક બેગ છોડીને ભાગી ગયા હતા. બેગમાં કિંમતી વસ્તુઓ હતી. સ્થાનિક લોકોએ તે બેગ દુકાન માલિકના પરિવારને પરત કરી દીધી. તેમની પાસે કેટલી બેગ હતી તે હજુ સ્પષ્ટ નથી. લૂંટારાઓને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.
આ સનસનાટીભરી ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ નાઝીમ શેખ તરીકે થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લૂંટારાઓએ કરેલા ગોળીબારમાં શેખને પગમાં ગોળી વાગી હતી. પોલીસ CCTV વીડિયો અને લોકોએ બનાવેલા વીડિયોની મદદથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. સુરત શહેર પોલીસનો દાવો છે કે લૂંટારાઓને થોડા સમયમાં પકડી લેવામાં આવશે. પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની પણ પૂછપરછ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp