ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ! તાપી, સાબરમતી અને સદાર સરોવર ડેમની શું છે પરિસ્

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ! તાપી, સાબરમતી અને સદાર સરોવર ડેમની શું છે પરિસ્થિતિ? જાણો

07/28/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ!  તાપી, સાબરમતી અને સદાર સરોવર ડેમની શું છે પરિસ્

Monsoon alert: ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે. ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરાયા હતા.


તાપી અને સાબરમતીની પરિસ્થિતિ

તાપી અને સાબરમતીની પરિસ્થિતિ

સુરત મનપાની પ્રિ-મોનૂસન કામગીરીની પોલ ફરી ખુલી હતી. ઉધના-લિંબાયત ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. મોડી રાતના વરસાદથી ગરનાળામાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ગરનાળામાં પાણી ભરાવાની કાયમી સમસ્યા છે. રજૂઆત બાદ પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં.

તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં 40 હજાર 137 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી 327.19 ફૂટ પર પહોંચી હતી.

સાબરમતી નદી પર સંત સરોવરના ત્રણ દરવાજા ખોલાયા હતા. ત્રણ દરવાજા 2 ફૂટ ખોલી  7 હજાર 800 ક્યુસેક પાણી છોડાયુ હતું. હિંમતનગર સહિત ઉપરવાસથી વરસાદથી નદીમાં પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરામાં 3 હજાર 800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1 લાખ 42 હજાર 33 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 80 સેમીનો વધારો થયો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 125.40 મીટર પર પહોંચી છે.

ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસુ સક્રિય છે અને કેટલીક જગ્યાએ હળવો અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પર્વતોથી લઈને મેદાની વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સોમવારે પણ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ જોવા મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top