સુનિલ ગાવસ્કરે જણાવ્યું-શુભમન ગિલને વન-ડેની કેપ્ટન્સી કેમ સોંપવામાં આવી

સુનિલ ગાવસ્કરે જણાવ્યું-શુભમન ગિલને વન-ડેની કેપ્ટન્સી કેમ સોંપવામાં આવી

10/07/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

સુનિલ ગાવસ્કરે જણાવ્યું-શુભમન ગિલને વન-ડેની કેપ્ટન્સી કેમ સોંપવામાં આવી

ભારતીય વન-ડે ટીમનો કેપ્ટન બદલાવા સાથે, ‘રોહિત શર્મા યુગનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરતી વખતે અજિત અગરકરે જાહેરાત કરી હતી કે શુભમન ગિલને વન-ડેનો નવો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો, જ્યારે રોહિત બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે. આ દરમિયાન દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે ટૂંક સમયમાં વધુ 'બેડ ન્યૂઝ' આવી શકે છે.


સુનિલ ગાવસ્કરે શું કહ્યું?

સુનિલ ગાવસ્કરે શું કહ્યું?

સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ભારતીય ટીમ 2027ના ODI વર્લ્ડ કપ સુધી વધુ વન-ડે મેચ નહીં રમે. એવામાં, જો રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની રમતની ફિટનેસ જાળવી રાખવા માગતા હોય, તો તેમણે ઘરેલુ ક્રિકેટમાં સક્રિય રહેવું પડશે. સ્પોર્ટ્સ તક સાથે વાતચીતમાં સુનિલ ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા અંગે વધુ કોઈ 'બેડ ન્યૂઝ' આવી શકે છે તો તેમણે ‘હામાં જવાબ આપ્યો.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘હા, બિલકુલ. જો તમે (રોહિત શર્મા) પ્રતિબદ્ધ નથી અને આગામી 2 વર્ષ માટે તૈયાર નહીં રહો કે છો તો બેડ ન્યૂઝ માટે તૈયાર રહો. તે એ પણ આ બાબતે જાણે છે કે જો તે ફક્ત વન-ડે રમે છે, તો તેને વધુ પ્રેક્ટિસની જરૂર પડશે અને વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે.’


ટીમ પહેલા આવે છે...

ટીમ પહેલા આવે છે...

ભારતીય દિગ્ગજે એમ કહ્યું કે રોહિત શર્મા હાલમાં ફક્ત વન-ડે રમે છે, પરંતુ ભારતીય ટીમ 2027ના વર્લ્ડ કપ સુધી વધારે વન-ડે મેચ નહીં રમે. એવામાં રોહિત શર્મા વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ માટે જરૂરી પ્રેક્ટિસ નહીં કરી શકે. રોહિતની ટીમમાં જગ્યા નિશ્ચિત ન હોવાની સ્થિતિમાં જ કદાચ શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top