ચાવાળાને આવકવેરા વિભાગે પકડાવી 49 કરોડની નોટિસ, હકીકત જાણીને તમે પણ પકડી લેશો માથું

ચાવાળાને આવકવેરા વિભાગે પકડાવી 49 કરોડની નોટિસ, હકીકત જાણીને તમે પણ પકડી લેશો માથું

05/22/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ચાવાળાને આવકવેરા વિભાગે પકડાવી 49 કરોડની નોટિસ, હકીકત જાણીને તમે પણ પકડી લેશો માથું

તમારી આવક ઓછી હોય અને કરોડો રૂપિયાનો ઇનકમ ટેક્સની નોટિસ મળી જાય તો શું થશે? પાટણ જિલ્લામાં ચા વેચીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરનારા ખેમરાજ દવે સાથે એવું જ કંઈક થયું છે. નાનકડી દુકાનમાં ચા બનાવતા ખેમરાજને આવકવેરા વિભાગે 49 કરોડ રૂપિયા ભરવાની નોટિસ મોકલી છે. હવે તેણે વકીલો અને પોલીસના ચક્કર લગાવવા પડી રહ્યા છે.


જાણો શું છે મામલો:

જાણો શું છે મામલો:

મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી ખેમરાજ દવે પાટણ જિલ્લાના નવાગંજ સ્થિત બજાર સમિતિની માર્કેટમાં ચા વેચવાનું કામ કરે છે. આ દરમિયાન તેમની ઓળખ બજારમાં કમિશન એજન્ટ અલ્પેશ અને વિપુલ પટેલ સાથે થઈ. બંને તેમની દુકાન પર ચા પીવા આવતા હતા. સાતમું ભણેલા ખેમરાજે બેન્ક ખાતાને પાન કાર્ડ સાથે લિન્ક કરાવવામાં મદદ માંગી. પછી તસવીર સાથે આધાર અને પાનકાર્ડ પટેલ બંધુઓને આપ્યા. થોડા જ દિવસો બાદ ખેમરાજને આધારકાર્ડ અને પાનકાર્ડ પરત મળી ગયા.


ગેરકાયદેસર લેવડદેવડ માટે આવકવેરા વિભાગે પેનલ્ટી લગાવી

ગેરકાયદેસર લેવડદેવડ માટે આવકવેરા વિભાગે પેનલ્ટી લગાવી

ખેમરાજ દવેના જણાવ્યા મુજબ, આ દરમિયાન તેને કેટલાક કાગળો પર સહી કરાવી. વર્ષ 2023 સુધી બધુ બરાબર ચાલતું રહ્યું, પરંતુ ઓગસ્ટમાં આવકવેરા વિભાગ તરફથી ઇનકમ ટેક્સની નોટિસ આવી. આ નોટિસ અંગ્રેજીમાં હતી. નોટિસ તેઓ વાંચી ન શક્યો, જ્યારે ફરી નોટિસ આવી તો ખેમરાજે સુરેશ જોશી નામના વેક વકીલનો સંપર્ક કર્યો તો ખબર પડી કે નાણાકીય વર્ષ 2014-15 અને 2015-16માં ગેરકાયદેસર લેવડદેવડ માટે આવકવેરા વિભાગે પેનલ્ટી લગાવી છે.


ચા વાળાના નામ પર ચાલી રહ્યું છે વધુ એક ખાતું:

ચા વાળાના નામ પર ચાલી રહ્યું છે વધુ એક ખાતું:

ખેમરાજે પોતાના અકાઉન્ટની તપાસ કરી અને પાસબુક પણ પ્રિન્ટ કરાવી. તેમાં એવું કંઇ સામે ન આવ્યું. આ દરમિયાન બેન્ક અધિકારીએ જણાવ્યું કે, ખેમરાજન નામ પર વધુ એક ખાતું ચાલી રહ્યું છે. એ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાનકાર્ડ પર અલગ અલગ ખાતા ખોલવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ મહેસાણાના વકીલ પાસે જવા કહ્યું. અલ્પેશ અને વિપુલે તેને ધમકાવ્યો કે જો કોઈ બીજાને આ આખી ઘટના બતાવી તો ફસાવી દેશે. ચા વેચનાર ખેમરાજ સામે કોઈ રસ્તો બચ્યો નહોતો તો તેને પાટણ પોલીસનો સંપર્ક કરીને અલ્પેશ અને વિપુલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો.


નકલી ખાતું ખોલીને કરી નાણાકીય લેવડ-દેવડ:

નકલી ખાતું ખોલીને કરી નાણાકીય લેવડ-દેવડ:

દવેએ આરોપ લગાવ્યો કે, બંનેએ તેના નામ પર ખાતું ખોલીને નાણાંકીય લેવડ-દેવડ કરી, જેના કારણે તેની સામે 49 કરોડ રૂપિયાની નોટિસ આવકવેરા વિભાગ પાસેથી આવી છે. ખેમરાજે પાટણ પોલીસના બી સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવીને આખી ઘટનાની તપાસની માંગ કરી છે. તેના પરિવારમાં પત્ની, 2 બાળકો સાથે એક દીકરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top