અમિતાભ બચ્ચન સાથે કામ કરનાર ૨૧ વર્ષીય અભિનેતાની ક્રૂરતા પૂર્વક હત્યા, ઘટના જાણી હૃદય કાંપી ઉઠશે!
બોલિવૂડમાં અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'ઝુંડ'માં કામ કરીને ઓળખ બનાવનાર યુવા અભિનેતા પ્રિયાંશુ ઉર્ફ બાબુ રવિ સિંહ છેત્રીની નિર્દયતાથી હત્યા થઇ ગઈ છે. માત્ર 21 વર્ષની નાની વયે આ અભિનેતાનો કરુણ અંત થયો છે. માહિતી પ્રમાણે નાગપુરમાં બુધવાર, 8 ઓક્ટોબરના વહેલી સવારે પ્રિયાંશુ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મિત્રએ પ્રિયાંશુની હત્યા કરી દીધી હતી.
મળતી જાણકારી મુજબ આ ઘટના નાગપુરના ઝરીપટકા પોલીસ સ્ટેશન વિસ્તારના નારામાં બની હતી. પ્રિયાંશુ મંગળવારે રાત્રે તેના મિત્ર ધ્રુવ લાલ બહાદુર સાહૂ (20) સાથે શરાબ પીવા માટે એક ખાલી મકાનમાં ગયો હતો. બંને ગાઢ મિત્રો હોવાનું કહેવાય છે. નશાની હાલતમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. વિવાદ વધતા ધ્રુવે ગુસ્સામાં આવીને જ્યારે પ્રિયાંશુ સૂતો હતો, ત્યારે અચાનક ઉઠીને તેને પ્લાસ્ટિકના વાયરથી બાંધી દીધો. ત્યારબાદ તેણે ધારદાર હથિયાર વડે પ્રિયાંશુ પર હુમલો કર્યો અને તેનો ચહેરો પથ્થરથી કચડી નાખ્યો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પ્રિયાંશુ છેત્રીના મૃતદેહને કબજે કરી લીધો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આરોપી મિત્ર ધ્રુવ લાલ બહાદુર સાહૂ (20)ની ધરપકડ કરી છે. અભિનેતા પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિ સિંહ છેત્રીએ વર્ષ 2022માં અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'ઝુંડ' માં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp