રાહુલની રેલીમાં PM નરેન્દ્ર મોદીના અપમાન પર પટનામાં ધમાસાણ, BJP-કોંગ્રેસનાં કાર્યકરોમાં ઝંડા-દંડાઓથી યુદ્ધ; જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓને કારણે રસ્તાઓ પર ભારે હોબાળો મચી ગયો છે. પટનામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણ કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘણા વાહનોને તોડી દેવામાં આવી. એવા માં, કેટલાક કોંગ્રેસના કાર્યકરો પણ ઓફિસમાંથી બહાર આવ્યા અને પછી તેઓ પોતે પણ લાકડીઓ લઈને લડવા લાગ્યા. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન સહન નહીં કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ પર ગુસ્સે ભરાયેલા બિહાર સરકારના મંત્રી નીતિન નવીને કહ્યું કે, 'હું કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપું છું. તમે માતાનું અપમાન કર્યું છે, એક-એક બિહારનો પુત્ર તમને આનો જવાબ આપશે. તમે વડાપ્રધાનનું અપમાન કર્યું છે, એક- એક ભાજપ કાર્યકર્તા તેનો બદલો લેશે. અમે વિરોધ કરવા આવ્યા હતા. શાંતિપૂર્ણ પ્રદર્શન હતું, પરંતુ કોંગ્રેસ કાર્યાલયની અંદરથી ઈંટો અને પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરો બંદૂકો અને ઈંટોથી ડરતા નથી. અમે માતાના અપમાનનો બદલો લઈને રહીશું.'
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/GDUxM0JgyB — ANI (@ANI) August 29, 2025
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/GDUxM0JgyB
તો કોંગ્રેસના કાર્યકર્તા ડૉ. આશુતોષે કહ્યું કે, આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ બધું સરકારની સંડોવણીથી થઈ રહ્યું છે. નીતિશ કુમાર જે કામ કરાવી રહ્યા છે તે એકદમ ખોટું છે.’ આ દરમિયાન, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘સત્ય અને અહિંસા સામે, અસત્ય અને હિંસા ટકી જ નહીં શકે. મારો અને તોડી, જેટલા મારવા-તોડવા હોય, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’
પોલીસના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આશ્રમના ગેટ પર એકઠા થયા હતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બહાર આવતા વિરોધ-પ્રદર્શન હિંસક બન્યું હતું. બંને જૂથોએ એકબીજા પર લાકડીઓથી હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના અનેક કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન કોંગ્રેસ મુખ્યાલય નજીક અશોક રાજપથ પરથી પસાર થતી એક સિટી બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. અથડામણ વધુ તીવ્ર બનતા કોંગ્રેસના કાર્યકરોએ સદાકત આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પટના પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ભારે સુરક્ષા દળ તૈનાત કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp