પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલી પર લાગેલા રે*પના આરોપ પર કોર્ટે સંભળાવ્યો ચુકાદો, જાણો શું થયું
થોડા દિવસો અગાઉ પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે પાકિસ્તાન શાહીન ટીમ માટે રમવા ગયો હતો. જ્યારે હૈદર કેન્ટરબરી ગ્રાઉન્ડ પર મેલબર્ન ક્રિકેટ ક્લબ સામે રમવા ઉતર્યો, ત્યારે માન્ચેસ્ટર પોલીસે તેની ધરપકડ કરી હતી. એક બ્રિટિશ-પાકિસ્તાની મહિલાએ તેના પર રે*પનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો, હવે ક્રિકેટરને મોટી રાહત મળી છે, તેને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
આ 24 વર્ષીય યુવા ખેલાડી પાકિસ્તાન માટે 37 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. એક બ્રિટિશ-પાકિસ્તાની મહિલાએ તેના પર રે*પનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસ લંડનની કોર્ટમાં ચાલી રહ્યો હતો. અહેવાલો અનુસાર, પુરાવાના અભાવે કોર્ટે આ કેસ રદ કરવાનો નિર્ણય લીધો છે. હૈદર અલીનો બચાવ બેરિસ્ટર મોઈન ખાન દ્વારા કરવામાં આવ્યો હતો, જે ફોજદારી કાયદાના નિષ્ણાત છે.
મહિલાએ તેના પર રે*પનો આરોપ લગાવ્યા બાદ પોલીસે તાત્કાલિક પાકિસ્તાની ક્રિકેટરની ધરપકડ કરી હતી. જોકે, તેને જામીન આપતા, કોર્ટે આદેશ આપ્યો હતો કે તે હાલમાં તેના દેશ (પાકિસ્તાન) પરત ફરી નહીં શકે. મહિલાએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે 23 જુલાઈ 2025ના રોજ માન્ચેસ્ટરની એક હોટલમાં ક્રિકેટર હૈદર અલીને પહેલી વખત મળી હતી. ત્યારબાદ, બંને 1 ઓગસ્ટના રોજ એશફોર્ડમાં ફરી મળ્યા હતા. મહિલાએ લગભગ 15 દિવસ અગાઉ આ રિપોર્ટ નોંધાવ્યો હતો. અહેવાલો અનુસાર, પોલીસે હવે હૈદર અલીને ગમે ત્યાં જવાની સ્વતંત્રતા આપી છે. અલીનો પાસપોર્ટ પરત કરવામાં આવ્યો છે, હવે તે તેના વતન અથવા UKથી ગમે ત્યાં જઈ શકે છે.
હૈદર અલીએ પાકિસ્તાન માટે 35 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 505 રન બનાવ્યા છે. તેણે 2 વન-ડે મેચ પણ રમી છે. 24 વર્ષીય હૈદર શરૂઆતથી જ તેના પર લાગેલા રે*પના આરોપોને ખોટા ગણાવી રહ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે, તેણે મહિલા સાથે કંઈ ખોટું કર્યું નથી. જોકે, તેણે સ્વીકાર્યું કે બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. રે*પના આરોપો બાદ PCBએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. હવે જ્યારે કોર્ટે તેને તેના પર લાગેલા આરોપો પર રાહત આપી છે, તો PCBનું સસ્પેન્શન પણ ટૂંક સમયમાં હટી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp