યશ દયાળને ન મળી રાહત, આ કેસમાં હાઈકોર્ટે ફગાવી દીધી અરજી, ધરપકડની તલવાર લટકી

યશ દયાળને ન મળી રાહત, આ કેસમાં હાઈકોર્ટે ફગાવી દીધી અરજી, ધરપકડની તલવાર લટકી

08/23/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

યશ દયાળને ન મળી રાહત, આ કેસમાં હાઈકોર્ટે ફગાવી દીધી અરજી, ધરપકડની તલવાર લટકી

રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓ વધશે. યશ દયાલે શુક્રવારે કોર્ટમાં ફરી દલીલ કરી હતી કે તેને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો છે. હાઈકોર્ટ હવે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ કેસની સુનાવણી કરે તેવી અપેક્ષા છે.


હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે શું કહ્યું?

આ અગાઉની સુનાવણીમાં પણ રાજસ્થાન હાઈકોર્ટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફાસ્ટ બોલર યશ દયાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે પીડિતા સગીર છે, એટલે ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકી શકાતી નથી. કોર્ટે આ કેસમાં કેસ ડાયરી સમન્સ કરી હતી.


શું છે આખો મામલો

શું છે આખો મામલો

આ વર્ષે 23 જુલાઈના રોજ જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ યશ દયાલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે, તે એક ઉભરતી ક્રિકેટર છે. તે 2023માં યશને મળી હતી. તે સમયે તે 17 વર્ષની સગીર હતી. પીડિતાનો આરોપ છે કે યશે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું વચન આપીને તેનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કર્યું હતું.

પીડિતાનું કહેવું છે કે શારીરિક શોષણની પહેલી ઘટના વર્ષ 2023માં બની હતી, જ્યારે યશે તેને જયપુરના સીતાપુરા વિસ્તારની એક હોટલમાં બોલાવી હતી. ત્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો હતો. આ બે વર્ષ સુધી ચાલુ રહ્યું.

આ પહેલા જુલાઈમાં ગાઝિયાબાદની એક મહિલાએ યશ પર લગ્નનું ખોટું વચન આપીને 5 વર્ષ સુધી શારીરિક અને ભાવનાત્મક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં યશે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે 15 જુલાઈના રોજ તેની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top