રોહિત શર્મા-વિરાટ કોહલી સાથે.. એશિયા કપમાં ન સિલેક્ટ થયેલા ખેલાડીએ BCCI સાથે લીધો પંગો, આ શું બ

રોહિત શર્મા-વિરાટ કોહલી સાથે.. એશિયા કપમાં ન સિલેક્ટ થયેલા ખેલાડીએ BCCI સાથે લીધો પંગો, આ શું બોલી ગયો બિશ્નોઈ?

09/02/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

રોહિત શર્મા-વિરાટ કોહલી સાથે.. એશિયા કપમાં ન સિલેક્ટ થયેલા ખેલાડીએ BCCI સાથે લીધો પંગો, આ શું બ

ભારતીય ટીમના લેગ-સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, બે દિગ્ગજોની અચાનક નિવૃત્તિ તેમના માટે ખૂબ જ આઘાતજનક હતી અને જો આવા ખેલાડીઓ મેદાન છોડીને અલવિદા કહે તો વધારે સારું લાગે છે. આવું નિવેદન આપીને બિશ્નોઈએ આડકતરી રીતે BCCI પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિરાટ અને રોહિતે ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.


રવિ બિશ્નોઈએ શું કહ્યું?

રવિ બિશ્નોઈએ શું કહ્યું?

રવિ બિશ્નોઈએ ગેમ ચેન્જર્સ પોડકાસ્ટમાં મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ‘વિરાટ અને રોહિતની નિવૃત્તિ એક આઘાત જેવી હતી. કારણ કે તમે તેમને મેદાનમાંથી નિવૃત્તિ લેતા જોવા માગો છો. તેઓ એટલા મહાન ખેલાડીઓ છે કે જો તેઓ મેદાન છોડીને ગયા હોત તો સારું હોત. બંનેએ ભારત માટે ઘણું કર્યું છે, મારા મતે કોઈ તેમની નજીક પણ નથી.’ જોકે બિશ્નોઈએ કહ્યું કે ભવિષ્યમાં આવું થઈ શકે છે. આ બંને ખેલાડીઓ ODI ક્રિકેટ રમી રહ્યા છે અને બિશ્નોઈને આશા છે કે તેમને ODI ફોર્મેટમાં મેદાનથી બહાર જવાનું સન્માન મળશે. બિશ્નોઈએ કહ્યું કે, ‘તમે ઈચ્છો છો કે તેને સારી વિદાય મળે, કદાચ ODI ક્રિકેટમાં આવું થાય છે. જ્યારે તેઓ જવા માગે ત્યારે જાયકારણ કે કોઈ તમને કહી શકતું નથી કે ક્યારે નિવૃત્તિ લેવાની છે. તેમની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ મારા માટે ખરેખર આઘાતજનક હતી, મને ખબર નથી કે તેમનું સ્થાન કોણ લેશે.'


બિશ્નોઈની એશિયા કપ ટીમમાં પસંદગી થઈ નથી

બિશ્નોઈની એશિયા કપ ટીમમાં પસંદગી થઈ નથી

રવિ બિશ્નોઈને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. બિશ્નોઈએ ભારતીય ટીમ માટે T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ 24 વર્ષીય બોલરે 42 મેચમાં 61 વિકેટ લીધી છે અને તેની ઈકોનોમી રેટ પ્રતિ ઓવર માત્ર 7.3 રન છે. બિશ્નોઈનું શ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં 4 વિકેટ છે, તે T20માં નંબર-1 બોલર પણ બની ચૂક્યો છે. જો કે, આટલા સારા પ્રદર્શન છતા તે ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ ગયો. જોકે, વિરાટ અને રોહિતને લઈને બિશ્નોઈએ આપેલું નિવેદન ક્યાંક BCCI પર સવાલ ઉઠાવવા જેવું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top