નિવૃત્તિ બાદ પૂજારાએ કેમ માગી માફી? મોડી રાત્રે વીડિયો શેર કરીને બધાને ચોંકાવ્યા
ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીજા જ દિવસે પૂજારાએ લોકો સાથે ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો શેર કરી. તો, પૂજારાએ હવે 26 ઓગસ્ટ મંગળવાર રાત્રે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના પ્રિયજનો અને બધા ચાહકોની માફી માગી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પૂજારાએ પોતાનો પહેલો વીડિયો શેર કર્યો છે.
ભારતીય ક્રિકેટ દિગ્ગજ ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એક નાનો વીડિયો શેર કર્યો છે. પૂજારાએ આ વીડિયો દ્વારા બધાનો આભાર માન્યો છે. પૂજારાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું અને ખૂબ ગર્વ અનુભવું છું. પૂજારાએ વધુમાં કહ્યું કે હું બધાની વાતોનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ જો હું કોઈના મેસેજનો જવાબ આપવાનું ચૂકી ગયો હોઉં, તો હું તેના માટે માફી માગુ છું.
View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara)
A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara)
પૂજારાએ વધુમાં કહ્યું કે ભારતીય ટીમ માટે રમવું ખૂબ જ સન્માનની વાત છે અને મેં ભારતીય ટીમ માટે મારાથી શક્ય તેટલું યોગદાન આપ્યું છે. તમે બધા મને જે પ્રેમ અને સમર્થન આપી રહ્યા છો તેના માટે હું ખૂબ આભારી છું. તમારા બધાના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર.
ચેતેશ્વર પૂજારાએ ભારતની ટેસ્ટ ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે. પૂજારાના ટેસ્ટમાં 7000થી વધુ રન છે. આ દિગ્ગજ ખેલાડીની નિવૃત્તિ બાદ ક્રિકેટ ચાહકો તેમજ સચિન તેંદુલકર, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, વિરાટ કોહલી, રિષભ પંત અને શુભમન ગિલ સહિત ઘણા ક્રિકેટ ખેલાડીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે. પૂજારાએ ઘણા લોકોની પોસ્ટ શેર કરીને આભાર પણ માન્યો છે. તો, પૂજારાએ તેના વીડિયો દ્વારા એ લોકોની માફી માગી છે, જેમના મેસેજનો તે જવાબ આપી શક્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp